કોવિડ-૧૯ (Covid-19) સંબંધી માહિતી

રસી લીધા પછી પણ શું મને કોરોના થઈ શકે છે?

કોવિડ રસીને સરકારી ધારાધોરણ મુજબ ચકાસવામાં આવે છે, અને રસી લેવાથી તમે પોતાને
કોરોનાના ગંભીર લક્ષણોથી બચાવી શકો છો. રસી તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ
વધારવામાં મદદ કરશે. રસીથી તમને કોરોના સામે રક્ષણ નથી મળતું.

રસીના બે ડોઝ વચ્ચે કેટલો અંતર રાખવો?

દરેક રસી માટે સમયગાળો જુદો જુદો આપવામાં આવ્યો છે અને તમારા રસી લીધાના
પ્રમાણપત્રમાં તે દર્શાવવામાં આવશે. હાલમાં, કોવિશિલ્ડ રસી માટે ૧૨-૧૬ અઠવાડિયાનો
સમયગાળો રાખવામાં આવ્યો છે.

શું રસી લેવા માટે ઓનલાઈન નોંધણી અનિવાર્ય છે?

ના. રસી કેન્દ્રો ઉપર રોજ દીઠ સીમિત માત્રામાં સ્થળ ઉપર નોંધણની સગવડ આપવામાં આવે
છે. તેમ છતાં, અગાઉથી જ ઓનલાઈન નોંધણી કરાવી લેવાથી રસી મેળવવામાં સરળતા
રહેશે.

જો એક ડોઝ લીધા પછી કોરોના થાય તો બીજો ડોઝ ક્યારે લેવો?

રસીનો પહેલા ડોઝ લીધા પછી જો કોરોના થાય તો કોવિડ-પોઝીટીવ આવ્યાના રિપોર્ટની
તારીખથી ૧૨ અઠવાડિયા પછી બીજો ડોઝ લેવો.

શું રસી લીધા પછી મને કોઈ શારિરિક તકલીફ થશે?

કોવિડ-૧૯ રસી લેધા પછી અમુક આડ અસરો જોવા મળી શકે છે. આ સામાન્ય ચિન્હો છે જે
દર્શાવે છે કે તમારું શરીર કોરોના સામે રક્ષણ ઉભું કરી રહ્યું છે. આડ-અસરો જેવી કે માથું દુખવું,
થાક લાગવો, ઠંડી લાગવી, તાવ આવવોનો અનુભવ થઈ શકે છે પરતું તે થોડા દિવસોમાં મટી
જશે.

હોમ ટેસ્ટિંગ કિટ શું છે?

આ કિટની મદદથી કોરોનાના લક્ષણો ધરાવતી વ્યક્તિ ઘરે રહીને પોતાને જાતે તપાસી શકે છે.
વધુ માહિતી માટે અહી ક્લિક કરો

કયા સંજોગોમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર છે?

દર્દીને સારવાર આપનાર વ્યક્તિએ દર્દીના સ્વાસ્થ્યનું સતત નિરીક્ષણ રાખવાનું રહેશે. સંજોગો
કે જ્યારે નીચે મુજબના ગંભીર લક્ષણો દેખાવા લાગે તરત જ હોસ્પિટલમાં દાખલ થઈ
સારવાર મેળવવાની તજવીજ કરવી.
૧. શ્વાસ લેવામાં તકલીફ
ઓક્સિજન લેવલમાં ઘટાડો ( ઘરના વાતાવરણમાં ૯૪% થી ઓછું)
છાતીમાં સતત દુખાવો/દબાણ
૪. માનસિક નબળાઈ અથવા ઉઠવામાં તકલીફ

બ્લેક ફન્ગસ શું છે?

બ્લેક ફન્ગસ અથવા મ્યુકરમાઈકોસીસ, ફૂગથી થતો એક પ્રકારનો રોગ છે. તેના થવાની
શક્યતા ઓછી હોય છે પરતું તે એક ગંભીર બિમારી છે.

બેલ્ક ફન્ગસ અથવા મ્યુકરમાઈકોસીસ કોને થઈ શકે છે?

વ્યક્તિઓ કે જેઓની રોગ પ્રતિકારક શક્તિ એકદમ નબળી પડી ગઈ હોયને આ રોગ થઈ શકે
છે. ડોકટરો દ્વારા લોકોને તેમના બ્લડ-સુગર લેવલને નિયંત્રણમાં રાખવા અપીલ કરવામાં આવે
છે જેથી કોવીડ-૧૯ થયા પછી મ્યુકરમાઈકોસીસથી બચી શકાય.

હોમ આઇસોલેશનમાં કોણ રહી શકે?

૧. સારવાર આપનાર ડોક્ટર દ્વારા દર્દીને સાધારણ લક્ષણ ધરાવતા અથવા લક્ષણ ન ધરાવતા દર્દી તરીકે નિયત કરાયેલ હોવું
જોઈએ.
૨. આવા દર્દીઓ પાસે તેમના ઘરે સેલ્ફ આઈસોલેટ થવા માટે અને પરિવારના સભ્યો માટે કવોરનટીન થવા માટે નિયત કરાયેલ
પ્રમાણેની સુવિધાઓ હોવી જોઈએ૨૪ ક્લાક દર્દીની સેવા કરી શકે એવા વ્યક્તિની હાજરી જરુરી છે. હોમ-આઈસોલેશનના સમયગાળા દરમ્યાન દર્દીને સેવા
3. આપનાર વ્યક્તિ અને હોસ્પિટલ વચ્ચે સતત સંકલન રહે એ પૂર્વશરત છે.

૪. ૬૦ વર્ષ કે તેથી વધુ ઉમર ધરાવતા દર્દીઓને અને એવા દર્દીઓ કે જેઓ અન્ય બિમારી જેવી કે ઉચ્ચ રક્તચાપ, ડાયાબીટીસ, હ્રદયને લગતી બિમારી, ફેફેસા/યકૃત/કિડની, મગજને લગતી બિમારી વિગેરેથી પીડિત હોયને સારવાર આપનાર ડોક્ટર દ્વારા જરુરી તપાસ કરાયા પછી જ હોમ-આઇસોલેશન માટે પરવાનગી આપવામાં આવશે.

૫. નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીઓ( HIV, ટ્રાન્સપ્લાન્ટ મેળવેલ,કેન્સરના રોગી વિગેરે)ને સારવાર આપનાર ડોક્ટર દ્વારા જરુરી તપાસ કરાયા પછી જ હોમ-આઇસોલેશન માટે પરવાનગી અપાશે.

૬. દર્દીને સેવા આપનાર વ્યક્તિ અને નજદીકના કુટુંબીઓએ નિયત પ્રોટોકોલ પ્રમાણે અને સારવાર આપનાર ડોક્ટર દ્વારા સૂચિત કરાયા પ્રમાણે હાઇડ્રોકસીક્લોરોક્વીન પ્રોફિલેક્સીસની દવાનું સેવન કરવું.

૭. વધુમાં, અન્ય સભ્યો માટે હોમ-કવોરણટાઇન માટે માર્ગદર્શન નીચે મુજબ રહેશે, વધુ માહિતી માટે અહી વાંચો: https://www.mohfw.gov.in/pdf/Guidelinesforhomequarantine.pdf.

તમારા સ્વાસ્થ્યને કેવી રીતે મોનિટર કરવું?

  • પલ્સ ઓગ્ઝી મીટરનો ઉપયોગ: સરળ ભાષામાં, ઓક્ઝીમીટર તમારા શરીરમાં રહેલા ઓક્સિજનની માત્રા દર્શાવે છે. તે તમારા શરીરમાં રહેલા ઓક્સિજનના સ્તરની દેખરેખ રાખવા માટેની પદ્ધતિ છે. ઓક્સિઝ્નની માત્રામાં ઘટાડાની માહિતી તમને કોવિડ સમયમાં ત્વરિત પગલા લીવામાં મદદરૂપ રહેશે.
  • નવા લક્ષણો ઉપર ધ્યાન રાખવું: કોઈ પણ વ્યક્તિ કે જેને તાવના ચિન્હો દર્શાય, પછી ભલે તે ખાસી, માથાના દુખાવા, ગળામાં ખરાશ, શ્વાસ લેવામાં તકલીફ, શરીરનો દુખાવો, સ્વાદ અથવા સુગંધ પરખવામાં તકલીફ, અશક્તિ, આંખોમાં લાલાશ અને ઝાડા જેવા ચિહ્નો સાથે હોય ન હોય, વ્યક્તિએ પોતાનું કોવિડ ટેસ્ટ કરાવી લેવું.

હોમ આઈસોલોશેન માટેનું માર્ગદશન:

અર્ધ-શહેરી, ગ્રામીણ અને આદિવાસી વિસ્તારો માટે કોવિડ-૧૯
કનટેન્મેન્ટ અને વ્યવસ્થાપન માટેની SOP

CoWIN પોર્ટલ ઉપર ઓળખકાર્ડ ન ધરાવનાર વ્યક્તિને
કોવિડ-૧૯ની રસી આપવા બાબતની SOP

નવી ડિસ્ચાર્જ પોલિસી:

બ્લેક ફન્ગસના લક્ષણો:

  • સાઈનસની તકલીફ – નાક બંધ થવું અથવા નાકમાં કફનો ભરાવો થવો, નાક વહેવું
  • (કાળાશ પડતું અથવા લોહી નીકળવું)
  • જબડાના હાડકા પાસે દુખાવો, ચેહરાના એક તરફે દુખાવો, સુન થઈ જવું અથવા સોજો
  • આવવો
  • નાક/તાળવા ઉપર કાળાશ આવવી
  • દાંત, જબડા ઢીલા પડવા
  • આંખમાં દુખાવા સાથે ઝાંખું દેખાવું અથવા અસ્પષ્ટ દેખાવું
  • થ્રોમ્બોસીસ, ચામડી ઉપર ઉઝરડા પડવા
  • છાતીમાં દુખાવો, ફેફસામાં પાણી ભરાવું, શ્વાસ લેવામાં તકલીફમાં વધારો થવો

બે માસ્ક પહેરવાની યોગ્ય પદ્ધતિ

વધુ સ્પષ્ટતા માટે, આ લેખ વાંચો.